અમૃત રંગ મહોત્સવ 2022
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી
તારીખ 19/20/21 સપ્ટેમ્બર
તારીખ ૧૯/૨૦/૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ એટલે આઝાદી ના ૭૫ માં વર્ષનો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો યુથ ફે્સ્ટીવલ, તેથી જ નામ રખાયું અમૃત રંગ મહોત્સવ. તારીખ ૧૮ ની કલાયાત્રા થી શરૂ કરી તારીખ ૨૧ ના સમાપન સમારોહ સુધી ચોતરફ આનંદ અને સ્પર્ધા નું મોજું ફેરવી નાખનાર અમૃત રંગ મહોત્સવ ૨૦૨૨. આ અમૃત રંગ મહોત્સવની નાનકડી ઝલક અહી રજુ કરવા પ્રયત્ન કર્યો છે.
તારીખ ૧૮/૯/૨૦૨૨ ના દિવસે કલાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી ની વિવિધ કોલેજો દ્વારા અલગ - અલગ પ્રકાર ના મુદ્દાઓ ને ધ્યાને લઈને ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. આ ટેબ્લો માં મુખ્યત્વે તાજેતર ના મુદ્દાઓ ને ધ્યાને લેવાયા હતા. જેમ કે, વિજ્ઞાન, રાજકારણ, ગુરુકુળ પરંપરા, આધુનિક શિક્ષણ, NEP ૨૦૨૦, રમત-ગમત, સ્ત્રી સશક્તિકરણ, ભાવનગર 1723 થી 2022 વગેરે.
તારીખ ૧૯/૯/૨૦૨૨ ના રોજ ઉદ્દઘાટન સમારોહ થી કાર્યક્રમ ની શરૂઆત થઈ. જીતુભાઈ વાઘાણી, સફિન હસન, વગેરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા, તેમના વરદ હસ્તે કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો.
આ દિવસે મિમિક્રી, ભજન, તત્કાળ ચિત્ર, પ્રશ્ન મંચ, સ્વ રચીત કાવ્ય પઠન, લોક નૃત્ય, માઈમ, હળવું કંઠ્ય સંગીત, પેપર કોલાજ, વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
તારીખ ૨૦/૯/૨૦૨૨ ના રોજ સમૂહ ગીત(પાશ્વાત્ય), એકાંકી, શાસ્ત્રીય ગાયન, પોસ્ટર મેકિંગ, પ્રશ્ન મંચ (ફાઇનલ), પાશ્વાત્ય ગાયન (સોલો), લોક ગીત, ક્લે મોડલિંગ, મોનોએક્ટિંગ, શાસ્ત્રીય વાદન, મહેંદી, નિબંધ, શાસ્ત્રીય નૃત્ય, તત્કાલ ફોટોગ્રાફી, શોર્ટ ફિલ્મ, લોક વાદ્ય વૃંદ, સ્કીટ, કાર્ટુનિંગ, દુહા - છંદ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.
એકાંકી માં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા પ્રયત્નો કરવામાં આવ્યા. સ્ટેજ અને પ્રેક્ષકો બંને ને પૂરતો ન્યાય આપી પોતાના વિષયવસ્તુ સાથે સાંકળી શક્યા હતાં. પાત્રોની પસંદગી પણ સારી રીતે કરવામાં આવેલી હતી.
તારીખ ૨૧/૯/૩૦૨૨ ના દિવસે સમૂહ ગીત (ભારતીય), વકતૃત્વ, રંગોળી, ઇન્સ્ટોલેશન, દીબેટ જેવી સ્પર્ધાઓ હતી.
અંતમાં પૂર્ણાહુતિ સમારોહ હતો. જેમાં RJ આકાશ, ઈશાની દવે અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી એમ.એમ. ત્રીવેદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં બધી સ્પર્ધાના પરિણામ જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખૂબ સારું પ્રદર્શન કરવામાં આવ્યું. ૯ સ્પર્ધાઓ માં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ પેહલા, બીજા કે ત્રીજા ક્રમ ઉપર સ્થાન મેળવ્યા હતું. બધા જ વિજેતાઓ ને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમ પૂર્ણ થયો.
No comments:
Post a Comment